હૈયાને રંગોમાં ઝબોળી..!“લગાવી ન દેશો વગર પૂછ્યે કોઈને રંગ અજાણ્યો...તમને ખબર નથી કે આજકાલ પસંદગીનો છે જમાનો..”હીંચકે કરશન અને કંકુ બેઠાં છે. જોકે હીંચકા પર ઉભા રહેવાનું મોટું જોખમ. એટલે બંને બેઠા છે. બંને વાતો કરે છે. ફાગણ મહિનાનો સમીર ઘેલો બનીને આ બંને જણાની વાતો સાંભળે છે. અને આ પવન ગાંડોતૂર બનીને કેસૂડાંને કહે છે. વાતની શરૂઆત પતિએ કરી. પૂંછડીયાઓને બેટિંગ અને બોલીંગમાં વારો છેલ્લો જ હોય. કિન્તુ, પરંતુ આજે સ્વામીનાથનો વારો પહેલો હતો. “હું શું કહું છુ..” સ્વામીનાથના નાથ(ઘરવાળી જ સ્તો) હીંચકાને વેગ આપતા બોલ્યાં: “તે આમ વાતમાં મોણ નાખ્યા વગર કહોને શું કહો છો..! તમારે ઓલા સિધ્ધુની જેમ