અદ્રશ્ય - 4

(79)
  • 3.7k
  • 4
  • 2.1k

આગળ જોયું કે રોશનીએ રાહુલને એક નાગ સાથે વાત કરતાં જોઈ છે પણ રાહુલની વાત પરથી તે પોતાનો ભ્રમ હશે એવું માની લે છે. રોશનીના સાસુ-સસરા એક મોટાં સંત પાસે જવાના છે. રાત્રે પાર્ટીમાંથી રોશની અને રાહુલ ઘરે આવતા હતા ત્યારે સાસુનો ફોન આવ્યો. રોશની : "હા મમ્મી" સાસુ : "રાહુલ સામે છે......? , એને ફોન આપ." રોશની : "હા" રાહુલ : "બોલો મમ્મી, ત્યાં કોઇ તકલીફ નથી ને...?" મમ્મી : "ના દિકરા, તું કેમ છે...?" રાહુલ : "હા મમ્મી, હું અને રોશની સારાં છે." મમ્મી : "તું મારી રોશનીનું ધ્યાન રાખજે.......અમારા આવવા સુધી તું એની સાથે જ રહેજે."