સ્ત્રી સશક્તિકરણ

  • 7.3k
  • 1
  • 1.1k

: Gujarat Today સ્ત્રી સશક્તિકરણ @ લેખક કે લેખિકાએ પોતાની ઉપરવટ જવું જોઈએ? @ રવીન્દ્ર પારેખઆજે થોડી જુદી વાત કરવી છે.સાહિત્યના શિક્ષિતો ને દીક્ષિતો માટે એવું કહેવાય છે કે તે પરકાયા પ્રવેશ કરી શકે છે.આ ઘણું બધું સાચું છે,પણ મને તે સંપૂર્ણ સાચું લાગતું નથી.પરકાયા પ્રવેશ કરવાની શક્તિ સર્જકમાં ન હોત તો લેખિકા,પુરુષનું નિરૂપણ કરી શકી ન હોત કે લેખક સ્ત્રીનું મન વાંચીને નિરૂપી શક્યો ન હોત.બીજી વાતોમાં ઊંડા ન ઊતરીએ તો પણ,પરકાયા પ્રવેશ શક્ય ન હોત તો મીરાં, કૃષ્ણને આટલું ચાહી ન શકી હોત કે રાધાનો વિરહ હિન્દી કવિ ધર્મવીર ભારતી ‘કનુ પ્રિયા’માં કે ઓડિયા કવિ રમાકાંત રથ ’શ્રીરાધા’માં આટલી તીવ્રતાથી નિરૂપી શક્યા ન