રેખાચિત્ર

(19)
  • 14.6k
  • 2
  • 2k

શાંતુને પહેલીજવાર જોઈ ત્યારે, સહજભાવે મને અરુચિ જેવું થયેલું. સામાજિક સમજણ એટલી બધી હજુ વિકસી નહોતી મારામાં. શાંતુ દેખાવે શ્યામવર્ણ ની, વાંકડિયા વાળ, પણ બહુ ટૂંકા, એવું લાગે કે, શાંતુએ માથે બેડા ઉપાડી બહુ પાણી ભર્યું હશે, તો જ આવા આછા વાળ થઈ ગયા હોય. પાછળ નાની જ ચોટી આવે એટલે એ બે ઉભી ચોટલીઓ રાખતી. શાંતુના ચહેરા પર સતત હાસ્ય રેલાય, પણ જેવી નજર ચહેરાથી નીચેના ભાગે પડે એટલે મનમાં ફરી અરુચીનો ભાવ ઉતપન્ન થાય. એના ગળા પર દાઝેલા ભાગના નિશાન હતા. એથીય વધુ નિશાન બન્ને હાથ પર હતા. નિશાન પણ કેવા! ચામડી પર સફેદ દાગ નહિ પણ, અમુક