જાણે-અજાણે (21)

(72)
  • 4.5k
  • 6
  • 2.8k

રેવાનાં કાને અથડાયેલાં આ શબ્દો તેને એક નવી ઉર્જા આપી રહ્યાં અને ફટાફટ તેણે પાછળ જોયું. વિનયની આંખોમાં આંસુ હતાં અને આંખો કાગળ પર... કૌશલને પણ આ સાંભળી આશ્ચર્ય થયો. રેવા જલદીથી વિનયની નજીક આવી અને કાન માંડીને સાંભળવા લાગી. કૌશલની આંખોમાં શક ચોખ્ખો દેખાતો હતો. તેને વિનય પર એક ટકાનો પણ વિશ્વાસ નહતો. બીજી તરફ વિનયની આંખોમાં પાણી હતું અને મોં પર નિરાશાના ભાવ. રેવાએ કહ્યું " બોલ.. હું સાંભળું છું... પણ જે બોલે તે સાચું બોલજે.." વિનયે પોતાની વાત રજૂ કરતાં કહ્યું " આ એ જ દિવસની વાત છે જ્યારે અમે પરીક્ષા પુરી