પ્રેમ કે પ્રતિશોધ - 25

(78)
  • 3.6k
  • 5
  • 1.9k

પ્રેમ કે પ્રતિશોધ-25પ્રેમ કે પ્રતિશોધ-25(આગળના ભાગોમાં જોયું કે શિવાની અને અજયના મર્ડરનો સબંધ પ્રેમ સાથે છે એવું અર્જુનને રાધી અને વિનય દ્વારા જાણવાં મળે છે. અર્જુન પ્રેમ વિશે જાણકારી મેળવવા માટે કોલેજેથી તેનો એડ્રેસ લઈને ત્યાં જવા માટે રમેશ સાથે નીકળે છે.)હવે આગળ.....અમદાવાદથી લગભગ 80 કિલોમીટર દૂર આવેલા મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં મહેસાણા-વિસનગર હાઇવે પરનું એડ્રેસ હતું. પ્રેમના કોલેજના ફોર્મમાં લખેલું એડ્રેસ હતું... રાજેશભાઈ ધીરજભાઈ ખત્રી,પ્રેમ વિલા, ઓન મહેસાણા-વિસનગર હાઇવે,નિયર- સિદ્ધનાથ મહાદેવ ટેમ્પલ,મહેસાણાઅર્જુને મહેસાણા પોલીસની મદદથી એ સ્થળ વિશેની જરૂરી માહિતી મેળવી લગભગ દોઢ કલાક જેટલા સમયમાં અર્જુન અને રમેશ તે સ્થળે પહોંચ્યા. વિસનગર પોલીસ સ્ટેશનથી બે કોન્સ્ટેબલ તેમની પહેલા જ ત્યાં પહોંચી