સવારે ઉઠીને આંખો ચોળતા ચોળતા મોબાઈલ ખોલો તો જય શ્રી કૃષ્ણ ‘JSK’ બનીને તમારા ઘરમાં આવશે, આવજો એ ‘BYE’ અને કેમ છો એ ‘HI’ ‘Hello’ બનીને તમારા ઘરના ઉંબરે ઉભા છે. મોબાઈલમાં ભાષા બદલી શકાશે અને જો સેટીંગ ફિચર્સમાં જઈને ભાષા ગુજરાતી કરશો તો પછી વંચાતી બધી જ સૂચનાઓ ગુજરાતીમાં લખાયેલી હશે તો પણ અજાણી લાગશે. નાના બાળકોને વાર્તા કહેવા બેસશો તો એ વાર્તામાં છોટા ભીમ, મોગલી અને ક્રિષ્ના ગૃહકાર્ય કરતા હશે તો બાળકોને નહીં સમજાય પણ ‘HOME WORK’ કરતાં હશે તો એ વાત બાળકોને જલદી સમજાશે.