સંબંધ નામે અજવાળું - 14

  • 2.2k
  • 1
  • 857

હિંદુસ્તાન અને પાકિસ્તાન. ધરતી છાતી પર પડેલો લોહીયાળ ચીરો. એક માના ધાવણે વળગેલા બે બાળકો. એક મેળામાં ખોવાયું છે અને બીજું ભૂખે ટળવળે છે. આંગળીથી વિખુટા પડેલા બાળકને શોધતી માના ધાવણમાંથી નિરાંતના રસકસ ખૂટ્યા... હવે જે છાતીએ વળગ્યું છે એને નસીબ પણ કાંઈ નથી ને જે મેળામાં ટલ્લે ચડ્યું છે એને નસીબ પણ કંઈ નથી. વિભાજનનો સમય જે તો સમયે ભારતીય સાહિત્ય અને સિનેમામાં એવો તો ગોરંભાયો કે એની પીડાના ગડગડાટ આવનારા યુગો સુધી સંભળાતા રહે છે.