સંબંધ નામે અજવાળું - 13

  • 2.6k
  • 1.1k

મેડતાની ચાર વર્ષની એક બાળકી રાજમહેલની અટારીએથી ઉભી બજારે પસાર થતા વરઘોડાને જુએ છે. નાનકડી કોડીલી આંખો પર ઓઢણીએ લાગેલી ઘુઘરીઓ જેવી પાંપણો સ્થિર થઈ વરરાજાને જુએ છે. પોતાના લાંબા ચોટલાને હવામાં ફંગોળી રેતી પર ચડેલા કાચા કુંવારા વંટોળા જેવી એ છોકરી રજવાડી મોજડીએ ઉંબરો ઠેકતી પોતાની ધાવમાતા પાસે પહોંચે છે. માસાહેબ તો જન્મ દીધાના ગણતરીના દિવસોમાં સ્વર્ગે સીધાવી એ પછી આ વ્રજથી આવેલી ધાવમાતાએ એને મોટી કરી.