સંબંધ નામે અજવાળું - 12

  • 2.3k
  • 1
  • 946

ક્ષીપ્રા નદી. રામાયણ વાંચતી વખતે પહેલીવાર આ નદીનું નામ વાંચેલું. સાવ નાનપણમાં, કહો કે પ્રાથમિક શાળાના સમયે. એ પછી રામાનંદ સાગરની સિરિયલમાં આ નદી જોઈ. વાંચી ત્યારે અલગ જ કલ્પેલી અને સિરિયલમાં જોઈ ત્યારે પણ અલગ લાગી. એ પછી યાત્રા શોમાં જોઈ ત્યારે તો નખશીખ અલગ દેખાઈ. મારા માટે ઉજ્જૈન એટલે મહાકાલ ક્યારેય નહોતું પણ ઉજ્જૈન એટલે હંમેશા ક્ષીપ્રા જ હતી નાનપણથી. ક્યારેય એવું બન્યું નહોતું કે ક્ષીપ્રા જોઈ શકું એકદમ સામે અને સાચું કહું તો એવી કલ્પના પણ નહોતી કરી કે ક્ષીપ્રા પાસે જઈશ ક્યારેય !