સંબંધ નામે અજવાળું - 9

(16)
  • 3.2k
  • 1.2k

એક છોકરી જે બોલીવુડમાં પોતાની કરિયરની શરૂઆત કરી રહી છે. કરિયરની પહેલી ફિલ્મમાં એને ધમાકેદાર એન્ટ્રી મળે અને ફિલ્મ સુપરહીટ થઈ જાય. પછી એ પ્રેમમાં પડે, ગળાડૂબ પ્રેમમાં પડે. પ્રેમમાં એટલી તો પાગલ થાય કે પોતાના શરીર પર પ્રેમીના નામનું ટેટુ ચીતરાવે. ખુલ્લા મને જીવવા ટેવાયેલી એણે ક્યારેય પોતાનો સંબંધ ઢાકી ન રાખ્યો. છોકરાની મમ્મીને આ સંબંધ મંજૂર નહોતો. ઝઘડા, વિવાદ અને અંતે બ્રેકઅપ. સંબંધો બાબતે વધુ પડતી સંવેદનશીલ બનેલી એ છોકરી માટે આ પ્રેમભંગનો સમય પચાવવો અઘરો થઈ પડ્યો.