બદલો !!!

(57)
  • 3.1k
  • 2
  • 866

હું મુઠ્ઠીઓ વાળીને નિરંતર દોડી રહ્યો હતો ! મારો શ્વાસ ભરાઈ ગયો હતો ! પણ મને પરવા નહોતી. અચાનક એક ઠેબુ ખાઈને હું ગબડી પડ્યો ! મારા ગોઠણો છોલાઈ ગયા ! “આહ !” પીડાથી એક ઉંહકારો મારા મુખમાંથી નીકળી પડ્યો ! પણ હું પાછો સાબદો થઇને ઉભો થયો અને દોડવા લાગ્યો ! મારું ગામ, વખતપુર હવે બહુ દુર નહોતું ! મને દુરથી અમારા ગામની બહાર આવેલો વડલો દેખાઈ રહ્યો હતો ! હું પૂરવેગે મારા ગામ/મારા ઘર તરફ દોડ્યો. મારો ઘોડો મને છોડીને ક્યાંક ભાગી ગયો હતો ! વહેલી સવાર થવા આવી હશે, હજુ પણ ચારેકોર અંધારું હતું ! હું ઝડપથી