બદલી

(40)
  • 2.3k
  • 4
  • 1k

સુમન સ્કૂલેથી છૂટતા કરીયાણાની દુકાને ઊભી રહી, આજે બહુ ભરચક દિવસ ગયો હતો, બીજા ટીચર રજા પર હતા તો ફ્રિ પિરિયડ પણ મળ્યો નહોતો. માથુ બરાબર ચડ્યુ હતુ, સરસ ચા પીવી હતી. છોકરાવે બરાબર થકવેલી. વિચાર્યુ , આદુ નાંખીને મસ્ત્ત કડક ચા ઘરે જઈને બનાવીને આરામથી પીશ, પણ આ બધુ કરિયાણુ ભરવામાં પોણો કલાક નીકળી ગયો. જલદી ઘેર પહોંચીને વજનદાર થેલા મુક્યા, ત્યાં કોઈ આવ્યુ હોય એવુ લાગ્યુ. જોયુ તો સાસુનાં સત્સંગની સહેલીઓ ટોળે મળી ને હોલમાં બેઠેલી. એને જોતા જ સાસુએ બૂમ પાડી, "સુમન, જો મારુ સત્સંગ મંડળ. " સુમનને બધાને નમસ્તે , કેમ છો કરતા