પ્રેમ વાસના - પ્રકરણ - 24

(243)
  • 6.6k
  • 11
  • 3.8k

સખારામનાં ગયાં પછી કર્નલ પરવશતા અનુભવી રહ્યાં મીલીટ્રીનો માણસ હોવાં છતાં મજબૂત મનોબળ તુટી રહેલું. જે વસ્તુ માન્યતા કયારેય માની નથી સ્વીકારી નથી એ નજર સામે બની રહ્યું છે અને એમાંય પોતાની દીકરી સામે છે અને તેનો થનાર પતિ બંન્ને જણાને આમ પીડાતાં જોવાઇ નથી રહ્યું તેઓએ બંન્ને સ્ત્રી સામે જોયું તેઓ બિચારી અવસ્થામાં હતાં. સવિતા મનીષાબ્હેનને સાંતવન આપી રહી હતી. કર્નલને ચિંતા હતી કે બંન્ને છોકરાઓ અંદર રૂમમાં બંધ છે શું ચાલી રહ્યું હશે અંદર એ વિચારતાં આખાં શરીને પસીનો છૂટી રહ્યો હતો. કર્નલે લક્ષ્મણની સામે જોયું એ તિરૃપાય ઉભો હતો. સદગુણાબ્હેને મહારાજશ્રીને ફોન કરેલો. સદનસીબે તેઓ