રેઈકી ચિકિત્સા - 7 - ચક્રો

(11)
  • 31.4k
  • 3
  • 8.8k

આપણા ઋષિમુનિઓએ તેમની દિવ્યદ્રષ્ટિથી આપણા સ્થૂળ શરીરની બહાર રહેલા છ અદ્રશ્ય શરીર અંગે ખૂબ સુંદર જ્ઞાન મેળવ્યું હતું. તેમણે પ્રાણ શરીરમાં રહેલા સાત ચક્રોની આપણા જીવન સાથેની અગત્યતા આપણને ખૂબ સુંદર રીતે સમજાવી છે. તણાવના કારણે ચક્રની ગતિમાં ઉદ્દભવતી અસમતુલા, શક્તિમાં થતો ક્ષય, પંચતત્ત્વની અસમતુલા અને તેનાથી ઉત્પન્ન થતી બીમારી વગેરેની સચોટ જાણકારી તેમની પાસે હતી. આ સાત ચક્રો આપણા સ્થૂળ શરીરની બહાર આવેલા હોવાથી તે આધુનિક વિજ્ઞાન અથવા સર્જરી દ્વારા જોઈ શકાતાં નથી. યોગ્ય અભ્યાસ દ્વારા આપણે તેને અનુભવી શકીએ છીએ. કિર્લિયન ફોટોગ્રાફી અને આધુનિક વિજ્ઞાન પણ તેને સમર્થન આપે છે. શરીરમાં કરોડરજ્જુ ઉપર છેલ્લા મણકા થી લઇ માથાના