‘એય…લખુડી આવી…ઈ…ઈ…’ શેરીના નાકે સાદ પડે છે. આ લખુડી કોણ છે એવું ગામમાં કોઈ પૂછે તો નહિ જ, કેમ કે કોઈ તેનાથી અજાણ ન હતું, જન્મથી આધેડ વય સુધી પહોંચેલી, અસલી સોનાનાં ઘરેણાંથી સજ્જ, પણ પોતાનાં રોજિંદાં સાદગીપૂર્ણ વસ્ત્રો જ પરિધાન કરતી, ગામની શેરીએ શેરીએ રેંકડીમાં શાકભાજી-ફળફળાદિની ફેરી ફરતી, એની ફોઈના પાડેલા નામે મૂળ ‘લક્ષ્મી’ જ હતી; જે પરણ્યા પછી પણ તેના ધણીને આ ગામમાં ખેંચી લાવી હતી. હૂલામણા સંબોધને લક્ષ્મીમાંથી ‘લખુ’ બનેલી અને હવે ‘લખુડી’ નામે લોકપ્રિય બનેલી તે પોતે પણ પોતાની જાતને ‘લખુડી’ તરીકે ઓળખવતાં આનંદ અને ગર્વ અનુભવતી. ગૃહિણીઓ તેના નામનો કાને સાદ પડતાં જ લખુડીની રેંકડી