સાપ સીડી - 22

(43)
  • 3.5k
  • 4
  • 1.3k

પ્રકરણ ૨૨પહુંચા હું વહાં નહીં દૂર જહાં ભગવાન ભી મેરી નિગાહો સે.. ખુફિયા સેન્ટરની સ્ક્રીન પર તાકી રહેલા બ્રિટનના સરતાજ સમા ચારેય મહાનુભાવો, ક્વીન માર્ગરેટ વિન્ચી, જેનો એકનો એક દીકરો પ્રિન્સ વિન્ચી સ્ક્રીન પર દેખાઈ રહેલા સાધુની દિવ્ય દૃષ્ટિનો શિકાર બન્યો હતો, બ્રિટનના ચીફ સાયન્ટીસ્ટ ગ્રેહામ ફોર્ડ ઇન્ડિયામાં સાધ્વી બનીને આવેલી લીઝા સેમ્યુઅલ અને ડોક્ટર સુબ્રમણ્યમના હૃદયના ધબકાર થંભી ગયા હતા.યુવાન સાધુ સંજીવ ગાર્ડનમાં પ્રવેશી નાથુદાદા સમક્ષ ઊભો રહી ગયો હતો. થોડી જ ક્ષણોમાં એ નાથુદાદાની સમાધિમાં ખલેલ પહોંચાડવાનો હતો. જેમ પ્રિન્સ વિન્ચીએ પહોંચાડેલી અને પેરેલાઈઝડ થઇ ગયો એમ ક્યાંક સંજીવ પણ જો દાદાની દૃષ્ટિનો શિકાર બની જાય તો બ્રિટનના