સાપ સીડી - 18

(33)
  • 3.7k
  • 1
  • 1.7k

પ્રકરણ ૧૮જીવન કે સફર મેં રાહી મિલતે હૈ બિછડ જાને કો... એક તરફ લોહી લુહાણ રફીક કણસતો પડ્યો હતો. સબ-ઇન્સ્પેકટર પ્રતાપ અને રતનપરનો પેલો કોન્સ્ટેબલ પરમાર મસાલેદાર કાજુ સાથે શરાબના એક પછી એક ઘૂંટ ગળા હેઠળ ઠાલવી રહ્યા હતા. બાજુના કમરામાં રૂપાળી ચંદનને પૂરી રાખી હતી. “આજ કુત્તો બરોબર લાગમાં આવ્યો.” લાલ આંખે પેલા સામે જોઈ પ્રતાપે ગાળ બોલી અને પરમારે પણ પ્રતાપના સૂરમાં સૂર પુરાવ્યો. “સાલ્લો હલકટ... તમારી સામે ખુન્નસ બતાવતો હતો.”અને ગુરુ-ચેલો બંને મુસ્કુરાયા.“છેલ્લા બે પેગ મારી પેલી ચંદનને બાથ ભરી ઊંઘી જાવું છે. સવારે અહીંથી ભાગી છૂટીશું.” પ્રતાપે કહ્યું એટલે તરત જ પરમારે તેમાં સૂર પુરાવ્યો. “હોવે