સાપ સીડી - 17

(35)
  • 4.8k
  • 4
  • 1.7k

પ્રકરણ ૧૭અજીબ દાસ્તાં હૈ યે, કહાં શુરુ કહાં ખતમ.. ગાંધીનગરના ગુજરાત ઈન્ટેલીજન્સ બ્યુરોના બિલ્ડીંગમાં ચહલ-પહલ વધી ગઈ. બ્યુરો હેડ શશીધરનની ચેમ્બર બહાર ઉભેલા અધિકારીઓ ઉચક જીવે રાહ જોઈ રહ્યા હતા. સુખદેવસિંહને અંદર ગયે દસ મિનીટ વીતી હતી. “ઈમ્પોસીબલ...” સુખદેવસિંહની વાત માની શકાય તેમ ન હતી. શશીધરન એક બાહોશ આદમી હતો. અને ચાર્જ સંભાળ્યા પછી એણે પોતાની કોર ટીમ માટે જે પાંચ નામ માગેલા તેમાં પહેલું સુખદેવસિંહનું હતું. પણ ગઈકાલ રાત્રે દસેક વાગ્યે એમના પર્સનલ નંબર પર ફોન આવ્યો અને સામા છેડે યાકુબખાનનો અવાજ સાંભળી શશીધરન સાહેબના મગજમાં ગરમી છવાઈ ગઈ હતી.“સલામ સાબ..” યાકુબખાનનું અન્ડરવર્ડમાં બહુ મોટું નામ હતું. એણે ઘણી