સાપ સીડી - 14

(39)
  • 4.4k
  • 2
  • 2k

પ્રકરણ ૧૪ જિંદગી કી તલાશ મેં હમ.. મૌત કે કિતને પાસ આ ગયે.... આજ ગુરુવાર હતો. જુનાગઢથી ત્રીસ કિલોમીટર દુર, ગીરનારની છત્ર છાયામાં ઊભેલા “સંજીવની આશ્રમ”ના પાછળના ભાગમાં આવેલા ઉતારાના રૂમની અગાસી પરથી વહેલી સવારે ગીરનારના ઉત્તુંગ શિખરોને તાકી રહેલી માલતી, એક કલાકના ધ્યાન પછી થોડી સ્વસ્થતા અનુભવી રહી હતી. સંજીવ આવેલો અહીં વર્ષો પહેલા. એ કહેતો હતો કે “ગીરનાર ચઢવો બહુ કપરો છે. હું તો માંડ હજાર પગથીયા જ ચઢી શક્યો અને પછી બેસી પડ્યો. ન ઉઠ્યો તે ન જ ઉઠ્યો.” ત્યારે પોતે તેની આંખમાં નિરાશા જોઈ શકી હતી. “પણ.. એક વાર હું જરૂર એના શિખરે પહોંચીશ માલતી. તું