પ્રકરણ ૧૦ પતઝડમેં જો ફૂલ મૂરઝા જાતે હૈ વો બહારો કે આને સે ખીલતે નહીં. વાત ગંભીર હતી એટલે ગાંધી સાહેબના ચહેરા પરની રેખાઓ તંગ બની હતી. સેક્રેટરી ગૌતમ હજુ સામે જ ઉભો હતો. બે મિનીટ નિરવ વીતી ગઈ એટલે ગૌતમે મૌન તોડતા હળવા આવજે કહ્યું.. “સાહેબ... સાંજે રતનપર જવાનું છે. આપે કહ્યું એમ શારદા માસીને પણ સાંજનો સમય આપી દીધો છે અને પેલી ગુજરાતી ન્યુઝ ચેનલની એડિટર સારિકાસિંહ અગિયાર વાગ્યે આવશે.” કહી સહેજ અટકી “અત્યારે આપને કઈ બ્રેકફાસ્ટ મોકલાવું?”ગાંધી સાહેબનો ચહેરો ગંભીર જ રહ્યો. એમણે ઘડિયાળ માં જોયું. સાડા દસ થયા હતા. રોજ તો આ સમયે તેઓ હળવો નાસ્તો