પ્રકરણ ૯ જિંદગી કા સફર.. હે યે કૈસા સફર.. “વાત લાંબી છે પણ તમે છેક અમદાવાદથી એ રહસ્યમય આદમીની તલાશમાં આવ્યા એટલે હું માંડીને જ આખી વાત કરું.” રાજસ્થાનના ગુજરાતી વિસ્તારના વન બેડરૂમ, હોલ, કીચન વાળા મકાનના હોલમાં કુલ પાંચ વ્યક્તિઓ હાજર હતા. સંજીવની શોધમાં અને એની ભાળ મળતા, બેહદ ઉત્તેજીત અને બ્હાવરી બની ગયેલી માલતી, માલતીની ખુબસુરતી અને સરળતાને બેહદ ચાહતો નાટ્ય કલાકાર મંથન, જે અત્યારે સંજીવની તલાશને મિશનની જેમ પાર પાડવા મથી રહ્યો હતો, મંથનનો ખાસ મિત્ર પત્રકાર આલોક કે જેનું જાસૂસી દિમાગ કૈંક ખતરાની ઘંટડી વગાડી રહ્યું હતું અને આલોકના અમદાવાદી મિત્ર અરવિંદ શુકલાનો મિત્ર જતીન પટેલ