કાબરી આજ ઘણી દુઃખી હતી એના માલિક રૂપાએ નાખેલા વડના કુણા પાન પણ એણે ખાધા ના હતા, પોતાનો વહાલસોયો દીકરો પુજો કસાઈ ના હાથે વેચાઇ જવાનો હતો, આ જાણી કાબરી નું હૈયુ ભરાઈ આવતું હતું, કાબરી નો જ્યારે જન્મ થયો ત્યારે તેણે પોતાના પિતા અને ભાઈ ને કસાઈ લઈ જતા જોયો હતો, તે વખતે તેની માં ખૂબ રડી હતી, પણ કાબરી એ વખતે ઘણી નાની હતી, નાની હોવાથી તે પોતાની મસ્તીમાં આમથી તેમ રમવામાં વ્યસ્ત હતી, અને એ દાડા પછી કાબરી ના પિતા કે ભાઈ કદી પાછા નહિ આવ્યા, કાબરી થોડી સમજુ થતાં એણે ઘણીવાર પોતાના પિતા અને ભાઈ