મોત ની સફર - 37

(303)
  • 6.2k
  • 2
  • 2.6k

આઠ લોકોનું દળ ડેવિલ બાઈબલનાં અધૂરાં પન્ના અને રાજા અલતન્સ નો ખજાનો શોધવા ભૂગર્ભ માર્ગે આગળ વધે છે.વિરાજ અને એની ટુકડી મમી વોરિયર નો ખાત્મો કરવામાં આખરે સફળ થાય છે.. તો બીજી તરફ માઈકલ પોતાની મંજીલ નાં આખરી કદમ ને મુકવામાં ભૂલ કરે છે અને એનાં લીધે એક તીર દીવાલમાંથી નીકળી માઈકલની તરફ આવી રહ્યું હોય છે. પોતાની લાલચ, પોતાની મહેચ્છા અને શૈતાની વૃત્તિ નાં લીધે અન્ય લોકો નો જીવ જોખમમાં મુકવામાં સહેજ પણ ના અચકાતો માઈકલ પોતાની તરફ આવેલાં તીર ને જોઈને ડર નો માર્યો વિચારશુન્ય બની પોતાની તરફ આવતી મોત ને નજરે નિહાળી રહ્યો હોય છે.