સફર ( એક અજાણી મંજિલની ) - 17

(34)
  • 3.7k
  • 5
  • 1.6k

( આપણે અગાઉ જોયુ એમ રહેમાન અને એના સાથીદારોનો પીછો કરતા હવે લક્ષ્ય અને એના સાથીદારો દરિયાની એક મુસાફરી માટે તૈયાર થઈ જાય છે..હવે આગળ ) અમારી મુસાફરી શરૂ થઈ ગઈ હતી.મારી દરિયાની આ પહેલી સફર હતી અને હું ખાસો ઉત્સાહિત હતો.દેવ અને એલ કંઇક વાતચીત કરી રહ્યા હતા. અબાના કપ્તાન સાથે આગળ કોકપિટમાં બેઠો હતો.અને હું જહાજના ડેક પર ઊભો જાણે એની વિશાળતાને નિહાળી રહ્યો હતો. દરિયાની પણ પોતાની એક અલગ જ વિશાળતા છે. કેટલાય જીવો અને અન્ય કેટકેટલુ પોતાનામાં સમાવીને બેઠો હોય તો પણ એની વિશાળતાને તમે ક્યારે પણ કિનારે ઉભા રહીને