પ્રશ્ન(question) આ શબ્દ મને ગમતા શબ્દો પૈકીનો એક શબ્દ છે. આ શબ્દ ને લગતી કેટલીક ઘટના કે જે ઘણું શીખવી જાય છે તે રજુ કરું છું..પ્રશ્ન એક જ એવો શબ્દ છે કે જે ઘણા બધા ભાવો ઉત્પન્ન કરી શકે છે. જેમ કે જો પરીક્ષામાં આવડતું પૂછાઈ જાય તો ખુશી, ના આવડે તો દુઃખ..પ્રશ્ન જો આવડે તો જ્ઞાન વધે અને જો ના આવડે તો તે શીખવાની જિજ્ઞાસા. બસ આ એક શબ્દ જ જીવનમાં ઘણું શીખવી જાય છે...ઘણા સમય પહેલા પ્રાયમરીમાં ભણતા ત્યારે દરેક પ્રશ્નનાં જવાબ બહુ સરળતાથી મળી આવતા. ત્યારથી જ મગજમાં એક ગ્રંથી બંધાઈ જાય છે કે જો પ્રશ્ન છે