અધુરો વાયદો

(31)
  • 2.5k
  • 5
  • 994

એક નાનકડું ગામડું..! ચોક વચ્ચે થી એક ટોળું જઈ રહ્યું છે..! એક યુવક ચાલ્યો જાય છે જેની બંને બાજુ સિપાહીઓ જેવા દેખાતો બે ત્રણ જણા ચાલ્યા જાય છે, ગામલોકો કુતૂહલ વશ જોઈ રહ્યા છે..! "હાલ ભાઇ હાલ રાજાએ તને બોલાયવો સે, દરબારમાં હાઝર થવાનું સે હમણાંને હમણાં." કહેતાં સિપાહીઓ તેનો હાથ પકડી ને લઇ ચાલ્યા, ગામ વચ્ચેથી પસાર થતાં તેને બધા જોઈ રહ્યા..! વેજી ડોશીનો એ જુવાન જોધ છોકરો, બાપ તો નાનો હતો ત્યારેજ મરી ગયેલો, બે વરસ પહેલાં ડોશી પણ સ્વધામ સિધાવી ગયેલી. તેની સવાર પડે ખેતરે અને દી' પણ ખેતરે જ આથમે, કોઈ તહેવાર કે પ્રસંગ સિવાય કોઈના