‘’ હું બધ્ધું ભૂલાવીને મારા જીવનમાં આગળ વધી ગયો છું વધી ગઈ છું. વિતેલા સમયની કોઈ યાદ મારી છાતીમાં સંઘરી નથી રાખી. પાછળ રહી ગયેલો સંબંધ કાયમ માટે પાછળ છોડી દીધો છે. એ સંબંધમાં હોવું એ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી. મને હવે એ વ્યક્તિ સાથે જોડાયેલી એક પણ બાબતમાં રસ નથી !’’ આવું કદાચ આપણે બધા ક્યારેક કોઈક તબક્કે બોલી ગયા છીએ, જીવી ગયા છીએ કે આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ