ધ ડાર્ક સિક્રેટ - ભાગ ૧૬

(150)
  • 4.4k
  • 13
  • 2.2k

આસ્થા આધાત થી જોઈ રહી. ટોચૅ ના આછા પ્રકાશ માં આસ્થા ને શૈલા સામે ઉભેલી દેખાય. પણ આ શૈલા કંઈક અલગ જ રૂપ માં હતી. તેણે જોકર નું કોસ્ચયુમ પહેર્યું હતું. તેના ચહેરા પર જોકર નો મેકઅપ કરેલો હતો. બંને ગાલ ગુલાબી રંગ થી રંગાયેલા હતા. હોઠ એકદમ લાલ રંગ ના હતા. આંખો માં એક વિચિત્ર ચમક હતી. તે એકદમ વિચિત્ર રીતે આસ્થા સામે હસી રહી હતી.‌ શૈલા નું આ રૂપ જોઈને આસ્થા ડરી ગઈ . તે અચકાતા બોલી," શૈલા.." " ના, આસ્થુ. તું તારા પપ્પા ને ન ઓળખી શકી ?" શૈલા એ જોર થી હસતા કહ્યું.