વારસાગત પ્રેમ ( ભાગ ૧૧)- આર્યન પરમાર દરવાજો ખોલતા જ નંદિનીની આંખોમાં અજવાળાથઈ ગયા. હોશ ખોઈ બેઠેલી નંદિની બોલી,"પ....પ્પ..આ....પપ્પા તમે ?? "નાનો જગ્ગુ પણ જબરો હોંશિયાર મમ્મીના અવાજથી ત્યાં આવીને નંદનીના પગ પકડીને ઉભો રહી ગયો કે તરત જ તેના દાદાએ તેને ઉચકી લીધો અને કહ્યું,જગ્ગુ કઈ બોલે તે પહેલાં તો બધા ઘરમાં આવી ગયા.નંદિનીની ખુશીઓનો પાર આજે તો નહોતો જ કોણ કોને બોલે તે જ મોટું આશ્ચર્ય હતું કારણ કે આટલા વર્ષો પછી નંદીનીના પપ્પા, મમ્મી મોટા ભાઈ ભાભી અને ભાભીની એકની એક છોકરી,બધા જ સાથે કઈ બોલી શકે એવી હાલતમાં નહોતા,નંદિનીએ ઈશારો કર્યો અને ભાભીની છોકરીને પાસે