આયોજન

  • 3.1k
  • 4
  • 1.1k

આયોજન જીવન જીવવા માટે જિંદગીમાં આયોજન અર્થાત પ્લાનીંગ જરૂરી છે. સામાન્ય રીતે આપણે આપણી જિંદગી આયોજન વગર પસાર કરી નાખીએ છીએ. પડશે તેવા દેવાશે એ ખ્યાલમાં રચીએ છીએ. પરિણામે આપણે સતત કારણ વગરનો ભાર, કારણ વગરની ચિંતા લઈને ફરીએ છીએ. જે ખરેખર હોતી નથી. મારી જ વાત કરું તો મારાં ટેબલ પર ફાઇલોના ઢગલાં રહેતાં હતાં.એક સમય એવો આવ્યો કે વિઝીટર્સ ચેર પર ફાઈલો મુકાવવા લાગી.મારા ટેબલ પર ધૂળનાં થર જામવા લાગ્યાં.ધૂળ ખંખેરવા જાઉં તો ફાઈલો નીચે પડી જાય એ અલગ. સવારથી સાંજ મુલાકાતી આવે અને તેઓને સમજાવવામાં દિવસ પૂરો થઈ જાય. કરવું શું? આખરે એક દિવસ મેં મારા પ્યુનને