ભજીયા

(35)
  • 3.5k
  • 1.1k

અમને ભજીયા બહુ પ્રિય નથી પણ ખાઈ લઈએ. દાળવડા જરા પ્રેમથી ખાઈ લઈએ અને બટેટાવડા ઉમંગથી.હવે બન્યુ એવુ કે અમુક સગાની ફરિયાદ હતી કે લગ્નમાં ન બોલાવ્યા. પણ મોઢુ બતાવવા તો ભાભીને લઈને આવો. પેંડા બેન્ડા ખવડાવો.( લગ્ન સાદાઈથી અનિવાર્ય સંજોગોને લીધે થયેલ. અને બેન્ડા નામનો કોઈ ખાદય પદાર્થ લગભગ નથી.)અમે નક્કી કર્યુકે આમને ફોટા તો મોકલ્યા પણ એમાં કદાચ ધની( નામ તો ધનશ્રી છે પણ યુ નો લવનેમ) બરાબર નહી દેખાઈ હોય તો રૂબરૂ દર્શન કરાવી દઈએ.એક રવિવારે ગોંડલ જવાનુ નક્કી કર્યું. ત્યાં ત્રણ સગા રહેતા હતા. હજી સ્ટેશને ઉતર્યા ત્યાં જ સ્ટેશન સામેજ મસ્ત ગરમાગરમ ભજિયાની સુગંધ આવી.