દ્રષ્ટિકોણ

  • 4.7k
  • 1
  • 1.3k

આજે મારા પ્રેમવિવાહ એક તદ્દન અજાણી યુવતી સાથે મતદાન મથકની નજીક આવેલા પોલીસ સ્ટેશનમાં થઈ રહયા છે. જી હા, તમે બરાબર વાંચ્યું. પોલીસ સ્ટેશનમાં થઈ રહયા છે. નોર્મલી પોલીસ સ્ટેશનમાં ફક્ત વિવાદ થાય છે. પણ આજે વિવાહ થઈ રહ્યા છે. શુ તમે જાણવા માંગશો મારા રોચક વિવાહ પાછળની કથા. અલબત્ત વાર્તા શરૂ કરતા પહેલાં મારે વાચકોને કહી દેવું છે કે તેઓએ તેમના દ્રષ્ટિકોણને બદલી ને વાર્તા વાંચવી પડશે. કારણકે એક જ પ્રસંગ એક દ્રષ્ટિકોણથી અશ્લીલ લાગી શકે છે તો બીજા દ્રષ્ટિકોણથી નિર્દોષ પણ લાગી શકે છે. ઉપરાંત જનહિતમાં એક ચેતવણી આપવી હતી કે જુનવાણી, ઘરેડમય, લાગણીવેડા, રોતલુ, ગામડાની પશ્ચાદ્દભૂમિ