ઇશાનને મંદિરે જવુ બિલકુલ ન ગમતુ. એને મંદિર પહેલા આવતો બાગ, એના ફૂલ, એના જુલા જાણે બોલાવતા. છેવટે નીરા કંટાળી ગયેલી તો ઇશાનને બાગમાં જવા દેતી અને પોતે મંદિરથી પાછી ફરતા બાગમાં બેસતી અને ઇશાનને ઝૂલતો, રમતો જોયા કરતી. એક રૂમ કિચનના ફ્લેટમાં તો ઈશાન માટે રમવાની જગ્યા જ નહોતી એટલે એ એનુ ખેંચાણ સમજતી. બાકી હતુ તો નીચે દુકાનો વધી ગયેલી અને નીચે પાર્કિંગમા તો જગ્યા જ ન રહેતી તો ઈશાન બગીચા ને જોતા જ જાણે એ એને હાથ ફેલાવીને આવકારતો હોય એમ દોડી જતો. નીરા હમણા ચીડચીડી થઈ ગયેલી. ડિપ્રેશન ફિલ થતુ હતુ. ડોક્ટરને કન્સલ્ટ કરવામાં નાનપ લાગતી.