?આરતીસોની? ?જય શ્રી કૃષ્ણ?*ભારત-પાકિસ્તાન-અમેરિકા*અમેરિકાના બૉસ્ટન શહેરમાં સ્થાયી થયેલા મનસુખભાઈ પટેલ સીધાસાદા ને ભલાભોળા. પંચાવન વર્ષના મનસુખભાઈ સવારે વહેલાઉઠી, નાહી-ધોઈને પૂજા-પાઠ કરવા બેસી જાય. પૂજા-પાઠ કરતાં પણ એમને ઘણી વાર લાગતી.. પછી બહાર લૉનમાં પાણી છાંટી ઉગાડેલા છોડઝાંખરાનું કાપકૂપ કરી સુંદર સજાવટ કરી દેતા.આત્મલક્ષી અને પરગજુ સ્વભાવના હતા. આજુબાજુમાં પણ ઘણા ઇન્ડિયન્સ રહેતાં હતાં, એટલે નિયમિત સવારે જોબ પર જતાં આવતાં દરેકને ગાર્ડનીંગ કરતાં કરતાં હાય હેલોનો વ્યવહાર રાખતાં. આજુબાજુમાં કોઈ બીમાર હોય તો તરત જોઈતી મદદ કરતાં.. પત્ની કોકિલાબેન એમના કરતાં પણ વધુ નમ્ર ને ગરીબ ગાય જેવા સ્વભાવના. એટલે એમના વચ્ચે કોઈ દિવસ ભાંજગડ થતી જ