સાપ સીડી - 4

(36)
  • 4.7k
  • 2
  • 2.2k

પ્રકરણ ૪કોઈ લાખ કરે ચતુરાઈ.. કરમ કા ભેદ મિટે ના રે ભાઈ... સવાર-સવારમાં ટીકુડા સાથે ડેલીમાં પ્રવેશી રહેલા એના બાપ જટુભાને મરક મરક મુસ્કુરાતા જોઈ જમનાફૈબાનાં હ્રદયમાં ખટકો તો જાગ્યો પણ ગઈ કાલ રાતથી આજ સવાર સુધીમાં પેટમાં મચેલી ઉથલ-પાથલની પીડા અને ગઈ કાલે પેલા વટેમાર્ગુ સાધુ સાથે થયેલી વાતચીતની ગહેરી અસર તળે હૃદયનો ખટકો કશી વિસાતમાં ન હતો.“જય માતાજી બા..” કહેતા ભોળા જટુભા ખાટલે પડેલા જમનાફૈબાને પગે લાગ્યા અને એની સામે પડેલી ખુરશી પર બેઠા. ટીકુડાએ કોથળીમાંથી એક બોક્સ કાઢી બા સામે ધર્યું. “લ્યો બા .. મીઠું મોઢું કરો...”જમનાબા માંડ બેઠા થયા. હજુ મનમાં બેચેની હતી. ગઈકાલે જટુભાને