પાપા ની પરી ના કપાયેલા પંખ

(13)
  • 7.6k
  • 4
  • 1.3k

શિવાની કેટલું રડી પપ્પા આગળ પણ તેના પપ્પા એકના બે ના થયા,મમ્મી નું તો તેમની આગળ કશું બોલી ન શકતાં એટલે તે પણ બસ તેને રડતી જોઇ આંસુ ભરી આંખે રસોડામાં ભરાઇ ગયા. શિવાની અભ્યાસમાં ખુબ તેજસ્વી હતી, સાથે અન્ય પ્રવૃત્તિઓ માં પણ તે અવ્વલ રહેતી,સુંદર પણ એટલી કે અપ્સરા પણ તેની આગળ પાણી ભરે,તેના લાંબા કાળા વાળ ને જ્યારે તે ખુલ્લા મુકતી ત્યારે તો તેની સુંદરતા મા ચાર ચાંદ લાગી જતાં પણ આજ સુંદરતા તેના માટે સમસ્યા બની ગઈ હતી.તેના કપડાં હંમેશા તેના પપ્પા જ પસંદ કરતાં, હંમેશાં ડ્રેસ જ પહેરવાનો તેમા પણ