ડ્રીમ ટનલ - ૧

(21)
  • 3.3k
  • 5
  • 1.3k

નોર્વે દેશમાં ઉત્તરે આવેલું રોઝનબર્ગ શહેર નકશામાં શોધવા જઇએ તો ઝડપથી મળે નહીં એટલું નાનું અને ઘણું અંતરીયાળ હતું. પહાડોની ગોદમાં ખાસ્સી ઉંચાઇ પર આ શહેર વસ્યું હતું. ત્રણ ઉંચા બરફ આચ્છાદિત પહાડો અને એ ત્રિકોણની વચ્ચે સમતળ મેદાન જેવો તળેટીનો વિસ્તાર રોઝનબર્ગ તરીકે ઓળખાતો. ત્રણેય પહાડ તો બરફ આચ્છાદિત ખરા જ પણ એમની વચ્ચેની તળેટી પણ બરફથી ઘેરાયેલી રહેતી. આખો શિયાળો હાડ ગાળી દેતી ઠંડી રહેતી. ખરા શિયાળામાં -૧૫ ડીગ્રી તાપમાન પહોંચી જતું અને એ સંજોગોમાં પણ અહીંના કામધંધા ચાલુ રહેતાં. ઉનાળામાં કેટલોક બરફ પીગળીને ઝરણાનું સ્વરૂપ ધારણ કરતો ત્યારનો નજારો અત્યંત મનમોહક બનતો. એ ઝરણાઓના કિનારે અવનવા રંગોના