ડેડુને કેમ કરી કહું?…..

(24)
  • 1.3k
  • 2
  • 548

ડેડુને કેમ કરી કહું?….. બાજુનાં જ ફ્લેટમાં રહેતી દીપ્તિ રૂચાના ખુલ્લા બારણામાંથી દોડતી રૂચાના રૂમમાં ગઈ અને હાંફળા ફાંફળા થઈને જુદા જુદા ખાના અને કબાટ ખોલી ખોલીને આખરે રૂચાનું અંડરવેરનું ખાનું શોધી કાઢ્યું. જે હાથમાં આવી તે નીકર અને ડ્રેસ લઈને દોડતી એના પોતાના ફ્લેટમાં ગઈ જ્યાં બાથરૂમમાં રૂચા પેટનો દુઃખાવો સહન ન થવાથી અને કંઈક ન સમજાય એવું થઈ ગયું હોવાથી ગળું ફાડીને રડતી હતી. નહાવા માટે ડોલ ભરી આપી અને પેડ નીકરમાં લગાવી એણે રૂચાને કઈ રીતે પહેરવાનું તે બતાવ્યું. રૂચાને છાની રાખવાની મથામણ કરતી દીપ્તિની પીઠ પર બે ગરમ ગરમ પાણીના ટીપાં પડ્યા. આમ તો એ