"દાદા શું ભૂત હોય છે?""હા,હોય છે.દુનિયામાં કેટલીક સારી શકિતઓ સામે કેટલીક ખરાબ શકિતઓ પણ હોય છે."૮ વર્ષનો સ્મિત તેના લાડકવાયા દાદા ને પ્રશ્ન કરી રહ્યો હતો. ત્યાંજ પાછળથી તેના સ્મિતના પિતા એ તે વાત હાસ્ય માં કાઢી "પપ્પા આપ કંઈપણ કહી રહ્યા છો. આ એક મોર્ડન યુગ છે.આજ કાલ દુનિયા કેટલીબધી આગળ નીકળી ગઈ છે.આપ ખુદ ૬૫ વર્ષના થઈને સ્માર્ટફોન વાપરો છો.છતાંપણ આપ ભૂતપ્રેત આવી અંધશ્રદ્ધામાં માનો છો."૮ વર્ષ નો સ્મિત આ બધું શાંતિથી સાંભળતો હતો અને તેના પિતાની વાત સાંભળ્યા બાદ તે બોલ્યો "મને દાદાની વાત પર વિશ્વાસ છે.તે ખોટું કોઈદિવસ ના બોલે.""અચ્છા બેટા તો તારા દાદા ને જ