પ્રેમ વાસના - પ્રકરણ - 17

(230)
  • 5.5k
  • 13
  • 3.8k

પ્રકરણ - 17 પ્રેમવાસના કર્નલ બધાની વાતો સાંભળીને ઉભા થઇ ગયાં અને કહ્યુ બધાં નિશ્ચિંત અને ડર વિના રહો એવું ફરી કહી નહીં થાય હું હવે હમણાં રજા જ મૂકી છે. ખબર નહીં કયા કારણે લંબાવીશ પણ રીટાર્યડ થવાની નજીક છું એટલે મને વાંધો નહીં આવે અને પછી ઉઠીને પોતાનાં બેડરૂમની બાલ્કનીમાં જઇને બેઠાં. મનીષાબ્હેને ટીવી ચાલુ કર્યું અને વૈભવીની સામે જોયું વૈભવીએ કહ્યું "માં પાપા માની નથી રહ્યાં પરંતુ હું મારાં બેડરૂમમાં એકલી નથી સૂવાની તારે મારી સાથે સૂવૂ પડશે. ભલે એમને કોઇ ડર કે એની સચ્ચાઇ દેખાઇ નથી રહી પરંતુ મેં તો મારી નરી આંખે જોયું છે