એરપોર્ટ પર રવિન્દને લેવા આખો પરિવાર આવી ગયો હતો. ચાર વર્ષ પછી ફરી રવિન્દ બધાને મળવાનો હતો. તેના સપનાની ઉડાન તો તેને ભરી લીધી પણ સાથે એક નવી જ રાહ લઈ ને તે એરપોર્ટ પર પહોચ્યો. એરપોર્ટ પર હાજર તમામ તેના પરિવાર ને જોઈ તે આજે વધારે ખુશ હતો. આ ચાર વર્ષની જુદાઈ પછી આ પહેલી મુલાકત તેના વિચારોને બદલી રહી હતી. આમ તો તે ધણો બદલી જ ગયો હતો પણ તેના બદલાવ પાછળ પણ પ્રેમની અસર દેખાતી હતી. જે ચેહરાને તે ગોતતો હતો તે ચહેરો તેને દેખાણો, એલ્લો કલરની સાડીમાં તે વધારે સેકસી લાગતી હતી. જે રીતલને તે જોઈને ગયો