રવિન્દના ગયા પછી ઘણું બદલાઈ ગયું હતું. ત્રણ વર્ષની સફર એમ જ પુરી થઈ ગઈ પણ આ આખરી વર્ષ થોડું વધારે મુશકેલ હતું. જે વાતનો રીતલને ડર હતો આખરે તો તે જ થયું. જે સમાજ બે લોકોની જોડીને સજાવે છે તે જ સમાજ આજે રવિન્દ અને રીતલને અલગ કરવા તુલ્યો હતો. હવાની માફક રવિન્દની વાતો સમાજમાં ફેલાતા ફેલાતા રીતલના કાન સુધી પહોંચી હતી. કોઈ કહેતું કે રવિન્દે બીજી છોકરી સાથે લગન કરી લીધા,તો કોઈ કહેતું કે ત્યાં જઈને રવિન્દ બગડી ગયો ભણવાનું મુકી તે કોઈ અવળા રસ્તે ચડી ગયો. તે હવે કયારે પણ અમદાવાદ પાછો નહીં આવે ને આવશે તો