સંબંધ - આજે તૂટશે ને કાલે જોડાઈ જશે ...

  • 4.1k
  • 1
  • 1.1k

ચાલો, આજે બે અલગ અલગ કિસ્સાઓની વાતથી લેખની શરૂઆત કરીએ.અહીં બે અલગ અલગ વ્યક્તિઓની વાત છે. બને વ્યક્તિની વિચારવાની પદ્ધતિ જુદી છે , તદ્દન જુદી. કોઈ બે વ્યક્તિના માનસમાં કેટલી હદે વિરોધાભાસ હોઈ શકે, એ સમજાવવા માટે જ આ ઉદાહરણ આપ્યું છે.વાત કરીએ પહેલી વ્યક્તિની.પહેલી વ્યક્તિ પોતાને મળેલા તથા પોતે બનાવેલા સંબંધોમાં એટલો મશગુલ બની જાય છે કે હંમેશા જ પોતાના વિશે વિચારવાનું ભૂલી જાય છે. એમ માની લઈએ તો ચાલે કે એની આખી જિંદગીરૂપી પૃથ્વી પોતાના સંબંધોને જ સૂર્ય માની લઈને એના આજુબાજુ ઘૂમી રહી છે,કેટલાય સમયથી. પોતાની જાતને ઘસીને પણ બીજા માટે બધું કરી છૂટવું એ એનો મંત્ર