અમદાવાદની પૃષ્ઠભૂમિમાં આ વાર્તા લખાઈ છે. મારી સૌપ્રથમ ટૂંકી વાર્તા માતૃભારતીના મંચ પર રજૂ કરી રહ્યો છું... આશા છે વાચકોને ગમશે. તમારો અભિપ્રાય / પ્રતિભાવ જરૂરથી આપશો."હેલ્લો !""હા બોલ! શું થયું ?""થયું કંઈ નથી. કેટલી વાર લાગશે?""હાલ ઇસ્કોન ઉતર્યો. 20 મિનિટમાં ઘેર.""સારું."લગ્નના 15 વર્ષ પછી પતિ-પત્નીનો સંવાદ સ્વાભાવિક રીતે ખૂબ ટૂંકો થઈ જતો હોય છે !બસમાંથી ઉતરીને હું રીક્ષા સ્ટેન્ડ તરફ ગયો.થોડો ભાવ-તાલ કરીને રિક્ષામાં બેઠો. થોડોક જ આગળ ગયોને સિગ્નલ આવ્યું.મોબાઈલમાંથી નજર ઊંચી કરી કે અચાનક....મારી બાજુમાં જ ઉભેલા બાઈક પર "એ" દેખાયો...આ "એ" સ્કૂલમાં, ટ્યુશનમાં સાથે હતો.સ્કૂલ પુરી થઈ ગઈ, કોલેજ આવીને ગઈ, નોકરીને 22 વર્ષ થઈ ગયા,