તું તું મેં મેં

(17)
  • 4.6k
  • 2
  • 1.7k

ઘરની છત ઉપર હું કપડાં સુકવી રહી હતી. તેવામાં અચાનક શિસ્તબદ્ધ રીતે લાઈનમાં ગોઠવાયેલા વિદ્યાર્થીઓ ની માફક લાઈનમાં સુકવેલા કાપડાઓ ની પાછળથી એક અજાણ્યા શખ્સે મને તેની તરફ ખેંચી લીધી. ક્ષણભર માટે તો હું ડઘાઈ ગઈ. પરંતુ જ્યારે જોયું કે આ તો મારા પતિદેવ વેદ છે, ત્યારે મને હાશકારો થયો. મારો હાથ પકડીને વેદ બોલ્યા," કપડાં સુકાવવાનું બાજુમાં મુક અને ચાલ શયનકક્ષ માં. લગ્નને 1વર્ષ થવા આવ્યો. છતાં તારો સુહાગ સુહાગરાત થી વંચિત છે. આમને આમ ચાલ્યું તો હજુ 2વર્ષ સુધી સંતાનપ્રાપ્તિ નો યોગ જીવનમાં નહીં આવે