સાપ સીડી - ૧

(52)
  • 7.6k
  • 7
  • 3.3k

પ્રકરણ ૧નગર મેં જોગી આયા....! ટ્રેઈન થંભી... આસ્તે આસ્તે એ સાધુ બારણા સુધી પહોચ્યો. એની આંખો સ્થિર હતી. ભગવા વસ્ત્રો એણે પહેર્યા હતા. ઉંમર હજુ ચાલીસ ની આસપાસ લાગતી હતી. ચહેરા પર કાળી દાઢી હતી માથે લાંબા વાળ હતા જેને તેણે ગાંઠ વાળી બાંધી રાખ્યા હતા. કપાળ પર લાલ તિલક હતું. એની સહેજ માંજરી આંખનું તેજ અસામાન્ય હતું. એણે ઉતરતા પહેલા સ્ટેશન પર નજર ફેરવી. ટ્રેનમાંથી મુસાફરો ઉતરતા હતા, ચઢતા હતા.. બે ચાર હમાલ લારી લઈ જઈ રહ્યા હતા. દૂર ગેટ પર ટિકિટ ચેકર મુસાફરોની ટિકિટો ચેક કરતો હતો..માઈક પર આવતી-જતી ગાડી વિષેની મહિલા સ્વરમાં રેકર્ડ વાગતી હતી... પ્લેટફોર્મ