અધૂરું પ્રેમપ્રકરણ - ૮ - છેલ્લો ભાગ

(50)
  • 3.7k
  • 5
  • 1.6k

એના મોઢે રામપુર શબ્દ સાંભળતા જ મને એ ઘટના યાદ આવી ગઈ..આજ થી બે વર્ષ પહેલા મેં નવી આર્મી જોઈન કરી હતી.. જીપ લઈને હું મારા ગામ જઇ રહ્યો હતો.. ને ત્યાં જ રસ્તો ભટકી ગયો ને રામપુર આવી પોહચ્યો..ડીઝલ પણ પતી ગયું ને મારે એ રાત રામપુરમાં જ રોકાવું પડ્યું. ત્યાં ના એક મંદિરના ઓટલે બેઠો હતો. ત્યાં મને કોઈની ચીસ સંભળાઈ.. હું અવાજ ની દિશા તરફ દોડ્યો.. અચાનક સામે થી દોડતી ગભરાયેલી યુવતી મારી સાથે ટકરાઈ.. એની પાછળ બંદૂકો લઈને કેટલાક માણસો પડ્યા હતા.. એ યુવતી મારી મદદ માંગવા લાગી