આખી રાતના ખુબસુરત સપના સાથે તેની સવાર થઈ , તેને મોબાઈલમાં જોયું તો હજી સવારના છ જ વાગ્યાં હતા. નિંદર તો હવે આવવાથી રહી. તે બહાર બાલકનિમાં ગઈ. લોકોની ચહલપહલ ધીમે ધીમે શરૂ થઈ રહી હતી. રવિન્દને પહોંચવામાં હજી એક કલાકની વાર હતી. કાલનો દિવસ તેના આખ સામે તરવરતો હતો ને તે રવિન્દની યાદમાં ખોવાઇ ગઈ. સમય રવિન્દની યાદમાં ભાગતો હતો ને તે વારંવાર મોબાઈલ ચેક કરતી હતી કે રવિન્દનો કોલ હમણાં આવશે કે તે પહોંચી ગયો. પણ, ના તેનો કોઈ ફોન હતો ના મેસેજકાલથી જ ઉલજન ફરી તેની જિંદગી આજે વધારે ઉલજાવતી હતી. બપોરના બે વાગતા જ રવિન્દનો ફોન