બ્રેક વિનાની સાયકલ - ચાલો, લોન લેવા...!

(12)
  • 4.8k
  • 2
  • 1.5k

ચાલો, લોન લેવા...!રોજ સવારે, બપોરે અને સાંજે મધુર અવાજે એક ફોન બેન્કમાંથી આવે... “સર આપને લોન જોઈએ છે??? આપની ક્રેડીટ પ્રમાણે અમારી બેંક આપને લોન આપવા તૈયાર છે. આ માટે તમે રૂબરૂ મુલાકાત લો..”એટલે અમારા ગામડાંના રોનકી ભોલુકાકા કહે: “એ મને તમે લોન આપવા કેમ તલ-પાપડ બન્યા છો? આ આખા ગામમાં મને કોઈ બીડીનું ઠુંઠુંય પાતા નથી. કે માવાનું અડધિયું પણ આપતા નથી. મને લાગે છે કે તમે મારા ઓલા ભવના હગા હશો... નહીંતર આટલી ઉધારી કોણ કરે હે???”સામે છેડે શહેરની છોકરી વાત કરતી હોય. એને આવા તળપદી ભાષાના વાક્યો કયાંથી સમજાય??? એટલે એ કહેશે કે: “સર.. અમારી બેંક કોઈ મોટો